આંકલાવ તાલુકાના આસરમા સીમમાં આવેલા મહિસાગર નદીના કોતરોમાં દીપડાએ દેખા દીધી હોવાની બુમો ઉઠી છે.ત્યારે વન વિભાગે ફરિયાદોના પગલે પાંજરા મુકીને દિવસ રાત્રિ એક કરીને દીપડાને પકડવા શોધખોળ શરૂ કરી દીધી છે. જો કે ઉમેટા પંથકમાં દીપડાનો આંતક વધી ગયો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાંક સમયથી આંકલાવ તાલુકના ગામો દીપડા દેખા દીધા છે. કેટલાંક ગામોમાં પશુઓ ઉપર હુમલા કર્યા છે. એક માસમાં જુદા જુદા ગામો દીપડો દેખાતો હોવાથી એક નહીં પણ બે થી ત્રણ દીપડા ફરી રહ્યાં હોવાનું લોકોનું અનુમાન છે. રવિવારે મોડી રાત્રીએ આસરમા મહિસાગર નદીના કોતરમાં દીપડોનો અવાજ સાંભળતાં ખેડૂતોએ વહેલી સવારે કોતર વિસ્તારમાં મુલાકાત લીધી હતી જ્યાં તેમને દિપડાના પંજાના નિશાન મળી આવ્યા હતા જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેની જણ વન વિભાગને કરવામાં આવતાં વન વિભાગની ટીમો દોડી આવી હતી.આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે ચાર જેટલાં પાંજરા જુદી જુદી દીશામાં મુકવાામાં આવ્યા છે. મહીસાગરનો કોતરો મોટા હોવાથી દીપડાને પકડવો મુશ્કેલે છે. તેમ છતાં વન વિભાગની ટીમોએ દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.