અમરેલીના સ્થાપિત લક્ષ્મી ડાયમંડના 51માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગજેરા ટ્રસ્ટ સુરત તથા લક્ષ્મી ડાયમંડ તરફથી અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલને આઈસીયુ ઓન વ્હીલ અર્પણ કરાઈ હતી. જેનો લોકાર્પણ સમારોહ ઈફકોના ચેરમેન અધ્યક્ષતામાં યોજાયો હતો.
અહી મુંબઈ લક્ષ્મી ડાયમંડના ગજેરાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.લક્ષ્મી ડાયમંડ અશોકભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે દર્દીઓના અતિગંભીર કિસ્સાઓમાં પણ દર્દીઓનો જીવ બચે એવા આશયથી અમારી કંપનીના 51માં વર્ષ નિમિત્તે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ છે. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે વસંતભાઈ ગજેરાની સેવાપ્રવૃતિમાં તેમના બધા ભાઈઓ તથા પરિવાર પણ સામેલ છે. જેનું અમરેલી જિલ્લો ગૌરવ છે.
શાંતાબા ગજેરા હોસ્પિટલ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, હોસ્પિટલના એમડી પિન્ટુભાઈ ધાનાણી, જયસુખભાઈ રોકડ, રિતેષભાઈ સોની, હસુભાઈ દુધાત, જલાભાઈ ધાનાણી, પુનાભાઈ ગજેરા, ડેની રામાણી, કમળાબેન ભુવા, કાળુભાઈ રૈયાણી, ડાયાભાઈ ગજેરા, પ્રવિણભાઈ ગજેરા અને હરેશભાઈ બાવીશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.