માંજલપુર આત્મિયધામ સંકુલ તેમજ યોગી ડિવાઈન સોસાયટી પર કબજો જમાવીને પ્રબોધસ્વામી અને તેમના જુથના સંતો-હરિભક્તોની હકાલપટ્ટીની રણનીતી ઘડાઈ રહી હોવાનો આક્ષેપ પ્રબોધસ્વામી જુથના હરિભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીએ કરજણ ખાતે તો પ્રબોધસ્વામી દ્વારા લાંભવેલ પાર્ટીપ્લોટમાં સંમેલન દ્વારા શક્તિપ્રદર્શન કર્યું હતું.આણંદના સંમેલનમાં પ્રબોધસ્વામી તેમજ તેમના જુથના સંતોને સામેલ થવા દેવામાં આવ્યાં ન હતાં. પ્રબોધસ્વામી જુથના હરિભક્તોએ જણાવ્યું હતું કે, અઠવાડિયા પહેલા આણંદ ખાતે ત્યાગસ્વામીએ રચેલી નવી કમિટીના કેટલાક સભ્યો દ્વારા સંમેલન યોજ્યું હતું. જેમાં 1 હજાર લોકો ભેગા કરવાનો ટાર્ગેટ રખાયો હતો. પરંતું ત્યાં માંડ 150 લોકો ભેગા થયા હતાં. તો બીજી તરફ રવિવારે આણંદ પાસે આવેલા ખાનગી પાર્ટીપ્લોટમાં પ્રબોધસ્વામી જુથના હરિભક્તોએ આત્મીય સંમેલન યોજી 3 હજાર હરિભક્તોએ પોતાનું શક્તિપ્રદર્શન યોજ્યું હતું.આમ ભલે પ્રેમસ્વામી સત્તાના જોરે ગાદી પર બેસવા માંગતા હોય પરંતું સમાજ પ્રબોધસ્વામી તરફ હોવાનું હરિભક્તોનું કહેવું હતું. ઉલ્લેખનિય છે કે, કરજણ ખાતે યોજાયેલા સંમેલનમાં વાપી થી જુનાગઢ સહિતના 1500 જેટલા હરિભક્તોને ભેગા કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગ માટે પ્રેમસ્વરૂપ સ્વામીએ નિર્મળ સ્વામીને મોકલ્યાં હતાં. તો બીજી તરફ પ્રબોધસ્વામીને સંમેલનમાં જવા દેવાયા ન હતાં.
