વિશ્વભરમાં કોરોના મહામારીની ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે. જેના લીધે શિક્ષણ જગતમાં ઘણી શાળાઓ અને કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફી બાબતે ઉઘરાણી કરવામાં આવે છે જેમાં લોકડાઉનના ગંભીર દિવસોમાં વિદ્યાર્થીઓ પાસે ફીની માગણી ન કરવામાં આવે તેવા હેતુથી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ હળવદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી, હળવદ નગરમંત્રી દીપભાઈ પારસીયા નગર સહમંત્રી મધુરમ ડેલાવાળા સોશિયલ મીડિયા કન્વીનર દેવભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નગર મંત્રી દિપભાઇ એ જણાવ્યું હતું કે હળવદના વિદ્યાર્થીઓના હિત માટે તથા તેમના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે તે પોતે અને હળવદ એ.બી.વી.પી. હંમેશા વિદ્યાર્થીઓના પડખે ઊભા છે એવું જણાવ્યું હતું. મિત્રો દ્રારા માસ્ક પહેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .