તેજગઢ નજીક આવેલા ભીલપુરમાં સૌપ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ભરાયેલા મેળામાં આજુબાજુ ગામના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભીલપુરના તલાવડી ફળિયામાં નદી કાંઠે ભરાયેલા મેળામાં પારંપરિક વસ્ત્રો પરિધાન કરી આદિવાસીઓએ મેળાની મજા માણી હતી હોળી બાદ પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓની પરંપરા મુજબ અનેક મહિલાઓ દ્વારા આ મેળો યોજવામાં આવે છે. જેમાં આદિવાસીઓ પોતાની સંસ્કૃતિની ઝલક દેખાડે છે. આખા વર્ષ દરમિયાન હોળીના તહેવાર બાદ આદિવાસીઓ પોતાના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી પણ મેળામાં ઢોલ નગારાના તાલે નૃત્ય કરતા જોવા મળે છે. આ તાલુકામાં અનેક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ભીલપુર યુવાનોની પહેલથી સૌપ્રથમવાર મેળાનું આયોજન તલાવડી ફળિયા નદીના કાંઠે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસીઓએ મોટી સંખ્યામાં આવી મેળાની મજા માણી હતી.