ગોધરા એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ રૂા.5230નો ભાવ નક્કી કરાયો.

Godhra Latest

વડાપ્રધાનએ ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોને ખેત ઉત્પન્નના પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત લઘુત્તમ ટેકાના ભાવની ખરીદ મૂલ્યમાં વધારો કરવામાં આવી રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી માટે ઓનલાઈન નોંધણીની પ્રકિયા શરૂ કરેલ હતી. સરકાર ખેડૂતો પાસેથી ચણા રૂા.5230 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. જેમાં પંચમહાલ જિલ્લાના અંદાજીત 100 ખેડૂતોએ ચણાની નોંધણી કરાવેલ હતી. જેની ખરીદીનો સમય શરૂ થતા. ગોધરા એપીએમસી ખાતે ગોધરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી દ્વારા ગોધરા, કાલોલ અને મોરવા(હ) તાલુકાના ખેડૂતોના ચણાની ખરીદી ગુજકોમાંસોલના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી હતી. જેમા પ્રથમ દિવસે 24 ક્વિન્ટલ ચણાની ખરીદી થઇ હતી.ગોધરા એપીએમસી ખાતે લઘુતમ ટેકાના ભાવે ચણાની ખરીદી સમયે સંસ્થાના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, પંચમહાલ જિલ્લા સહકારી સંઘના કા.ચેરમેન, કિસાન મોરચા અને કિસાન સંઘના પ્રમુખ, બજાર સમિતિના સદસ્ય, બજાર સમિતિના સેક્રેટરી અને તાલુકા સંઘના મેનેજર તથા ગુજકોમાંસોલના લાયઝન અધિકારી સહિત ખેડૂતો અને બજાર સમિતિના વેપારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *