માંગરોળ ના લોએજ ખાતે મેગા પશુરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો.

Junagadh Latest

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના લોએજ ગૌશાળા ખાતે મેગા પશુ નિદાન કેમ્પ નું આયોજન વહીવટી તંત્ર જૂનાગઢના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.‌ નાયબ પશુપાલન નિયામક જૂનાગઢ, પશુચિકિત્સા અધિકારી માંગરોળ, ગ્રામપંચાયત લોએજના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો જેમાં 400 થી વધુ પશુઓ નું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને 40 જેટલા પશુઓના મોટા ઓપરેશન કરવામાં આવ્યું હતું.‌ આ કેમ્પમાં પશુઓની નિદાન સારવાર, રસીકરણ, સર્જીકલ ઓપરેશન, ઘેટા બકરામાં કૃમિનાશક દવાઓ પીવરાવવી, જાતીય આરોગયની સારવાર, કુત્રિમ બીજદાન જેવી સારવાર કરવામાં આવી હતી તેમજ સ્થળ પર જ મોબાઈલ વાન વડે લેબોરેટરી કરવામાં આવી હતી. આ કેમ્પ માં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રીતિનિધિ દિનેશ ખટારીયા, નાયબ પશુપાલન નિયામક ડી ડી પાનેરા, પશુ ચિકિત્સા અધિકારી કુંભાણી, પૂર્વધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠીયા લોએજ સરપંચ રવિ નંદાણીયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *