રિપોર્ટર – જયેશ મારડિયા, ઉપલેટા
ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ ડેલ્ટા સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સવૉગી વિકાસ માટે વષઁ દરમીયાન વિવિધ પ્રવુતિઓનું આયોજન થતું હોય છે પણ તાજેતરમાં શિક્ષકો માટે એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંગે તાલીમ વર્ગમાં રાજકોટથી પધારેલ કમલજીત ચૈાહાણએ નાના બાળકોનાં વિકાસનાં તબકકા કર્યો કર્યા હોય તેઓને વિવિધ પ્રવૃતીઓ સાથે કેવી રીતે જોડવા, બાળકોનો શારીરીક સાથે બૈાધિક વિકાસ કેમ કરવો. આ બધા મુદ્દાઓ અંગે ચર્ચા કરી આ ઉપરાંત શિક્ષકોએ વાંચનને ખુબજ મહત્વ આપવું જોઈએ અને બાળકોને મોબાઈલથી દુર કરી વિવિધ પ્રકૃતીઓ તરફ વાળવાની પણ વિવિધ તરકીબો આપેલી હતી ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડેલ્થ સ્કુલનાં શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવેલી અને શિક્ષકો સાથે બધાં ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.