રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
સરકારી આદર્શ નિવાસી શાળામાં પાંચ દિવસ સુધી સાત રમતોના આયોજન સાથે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં રસ્સા ખેંચ,ચેસ સ્પર્ધા સાથે પ્રારંભ કરવામાં આવ્યો. ૭૫મો આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્ર સાથે ૧૧મો ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો છે. જેમાં કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો નગરપાલિકા પ્રમુખ સહીત રાજકીય આગેવાનો આમંત્રિત મહેમાનો શાળા પરિવારની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી રસ્સા ખેંચ, ચેસ સ્પર્ધા સાથે તાલુકા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધાનો શુભારંભ થયો હતો પાંચ દિવસ ચાલનાર ખેલ મહાકુંભમાં રસ્સા ખેંચ,ચેસ,સ્પર્ધા,કબડ્ડી,ખોખો,વોલીબોલ,યોગાસન ,એથ્લેટિક્સ સહીતની રમતોનું આયોજન થનાર છે. જેમાં તાલુકાભરના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાછે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે રમત ગમત કાર્યક્રમ બંધ રહ્યા હતા હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો છે. જેમાં જુનાગઢ જિલ્લામાં પ્રથમ નંબરે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ખેલાડીઓમાં રહેલ વિશિષ્ટ શકિતને બહાર લાવવાના પ્રયાસ સાથે ખેલ મહાકુંભમાં સ્પર્ધકો જુસ્સા સાથે ભાગ લઈ રહ્યા છે. ખેલ મહાકુંભનો શુભારંભ સમયે રાજકીય સામાજીક આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ સ્પર્ધકોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે.