કોરોનાકાળ બાદ ઉજવાયેલ ગુરૂદેવ બાપજીના 90મા પ્રાગટ્યોત્સવમાં હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હરિભક્તો ગુરુદેવના દર્શન અને આશિર્વાદ લેવા માટે આતુર હતાં. આ પ્રસંગે દેશ વિદેશના 90 હજાર જેટલા હરિભક્તો પ્રાગટ્ય પૂનમનો લાભ લેવા સ્વામિનારાયણ ધામ ખાતે પહોંચ્યા હતાં.આ અવસર નિમિત્તે પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવી સમૂહ આરતીનું દિવ્ય આયોજન થયું હતું.સ્વામીજીની પદયાત્રામાં સૌ હરિભક્તો સાથે રહી ત્યારબાદ “અનાદિમુક્ત પીઠીકા”નાં દર્શન કરવા પધાર્યા હતા. પ્રાગટ્ય પૂનમની સાથે સાથે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલને પણ ત્રણ વર્ષ પુરા થતા હોઈ સંસ્થાના વડા સત્યસંકલ્પદાસજી સ્વામીએ 90માં પ્રાગટ્યોત્સ્વ નિમિત્તે 900 બોટલ રક્તદાન સમાજની સેવામાં આપવાનો સંકલ્પ આપ્યો. હરિભક્તોએ આ સંકલ્પ અદ્ધરથી ઝીલી 1200 કરતા વધુ બોટલનું રક્તદાન કરી સમાજ સેવાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો. સાથે સાથે સમાજમાં “ઓર્ગન ડોનેશન”ની જાગૃતિ વધે તે માટે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલનાં સહયોગથી “ઓર્ગન ડોનેશન પ્લેજ” કેમ્પેન કરવામાં આવ્યો જેમાં સેંકડો હરિભક્તોએ પોતાના અવસાન બાદ ઓર્ગન ડોનેટ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાનું ભગીરથ કાર્ય ગુરુદેવ બાપજીએ સંપન્ન કર્યું છે. તે માટે ભારતીય પરંપરા યુગો સુધી તેમની ઋણી રહેશે.ગુરુદેવ બાપજી એ શૂન્ય માંથી સંસ્થાનું સર્જન કર્યું અને આધ્યાત્મિકતાની સાથે સાથે સામાજિક કાર્યોનાં અવિચળ ખુંટ ખોડયા. ગુરુદેવ બાપજીની પ્રેરણાથી સંસ્થા દ્વારા શૈક્ષણિક, આરોગ્ય, આદિવાસી ઉત્કર્ષ, મહિલા ઉત્થાન, રાહત કાર્યો જેવા અનેકવિધ કાર્યો થઇ રહ્યા છે. આરોગ્ય બાબતમાં આવું જ એક સોપાન એટલે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ કે જ્યાં નાત-જાતનાં ભેદભાવ વગર, સૌને પોસાય તેવા દરે સામાન્ય વ્યક્તિ પણ સારામાં સારી સારવાર મેળવી શકે છે. ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં બે લાખ કરતા વધુ દર્દીઓ સારવાર પામી ચુક્યા છે. જેમાના અસંખ્ય દર્દીઓ ગુરુદેવ બાપજીનાં આશીવાર્દ “રડતા રડતા આવશે તે હસતા હસતા જશે” નો પ્રત્યક્ષ અનુભવ કરી ચુક્યા છે.