હાલોલ કોંગ્રેસ મહામંત્રી દ્વારા શહેર પ્રશ્નોના આક્ષેપો સાથે વિરોધ દર્શાવી પાલિકાનાં ચીફ ઓફિસરને ગાજર અને લોલીપોપ આપવાના કાર્યક્મમાં વિરોધ દરમિયાન આક્રમક બની. પાલિકા કચેરીમાં કામ કરતા કર્મચારીઓને બાનમાં લઈ કચેરીને તાળા બંધી કરી ભયનું વાતાવરણ ફેલાવતાં પોલીસે મહામંત્રી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.હાલોલ શહેરના જાહેર રસ્તાઓ જેવા કે કંજરી રોડ, ગોધરા રોડ, વડોદરા રોડ ઉપર ઉડતી ધુળને નિયંત્રણ કરવા માટેના કોઇ પણ પગલાં પાલિકા દ્વારા લેવાતા નથી તેવા આક્ષેપો સાથે જ્યારે કોઈ આવેદનપત્ર કે ધરણા કરાય ત્યારે બે દિવસ ધૂળ સાફ કરાય છે અને પાણી છંટાય છે. પછી યથાવત્ પરિસ્થિતિ થાય છે. હાલોલ પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શાસિત પાલિકા હાલોલની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેવા આક્ષેપો સાથે વિરોધમાં બુધવારે સીઓને ગાજર અને લોલીપોપ આપી વિરોધ દર્શાવવા કોંગ્રેસ મહામંત્રી સહિત કોંગી કાર્યકર્તા ભેગા થયા હતા.જ્યાં આવેશમા આવી મહામંત્રી કાયદો હાથમાં લઇ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓને બાનમાં લઈ કચેરીની જાળી બંધ કરી તાળું મારી દેતાં કચેરીમાં આવેલા લોકો અટવાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે આવીને કચેરીનુ લોક ખોલાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. નોંધનીય છે કે અગાઉ પણ કોંગ્રેસના સભ્ય સલીમ સર્જોનએ આવી જ રીતે પાલિકા કચેરીને તાળાબંધી કરી કાયદો હાથમાં લીધો હતો પણ મીલીભગતની નીતિને લઈ પોલીસ ફરિયાદ થઇ.