સાવલીના ધનતેજ ખાતે યોજાયેલ એન એસ એસ કેમ્પના પૂર્ણાહુતી કાર્યક્રમમાં પ્રખ્યાત શાયર અને ગઝલકાર અને ધનતેજ ગામના વતની ખલિલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એમડી પટેલ હાઈસ્કૂલ સાંઢાસાલના વિદ્યાર્થીઓ દ્વારા ધનતેજ ખાતે યોજાયેલ એનએસએસ કેમ્પમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સાંઢાસાલની એમ.ડી.પટેલ હાઈસ્કૂલ દ્વારા નજીકના ધનતેજ ગામમાં એનએસએસની 7 દિવસીય શિબિર યોજવામાં આવી હતી.50 જેટલા સ્વયં સેવક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે ધનતેજ પ્રાથમિક શાળામાં આ શિબિર ગત 11 માર્ચથી શરૂ કરી આજરોજ 17 માર્ચના રોજ પૂર્ણાહુતી કરવામાં આવી હતી. 7 દિવસ દરમિયાન સ્વયં સેવક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ધનતેજ ગામમાં ગ્રામ સફાઈ, મેડિકલ કેમ્પ, ધ્યાન યોગ પ્રાર્થના, રંગોળી ચિત્ર સ્પર્ધા, ઐતિહાસિક સ્થળ મુલાકાતમાં ધનતેજ ની ઐતિહાસિક વાવની મુલાકાત, ઔદ્યોગિક એકમમાં ગેસ પ્લાન્ટની મુલાકાત વગેરે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.શિબિરના પ્રોગ્રામ ઓફિસર એન.કે.પટેલના નેજા હેઠળ વિદ્યાર્થીઓ એ ધનતેજની પ્રાથમિક શાળામાં જ 7 દિવસ સુધી રોકાણ કરી ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડવા માં આવી હતી. 16 માર્ચના રોજ શિબિર સાતમા અને અંતિમ દિવસે શિબિર સમાપન કાર્યક્રમમાં મૂળ ધનતેજના વતની અને ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર, ગઝલકાર, શાયર પદ્યમવિભૂષણ શ્રી ખલિલ ધનતેજ માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આજના સમાપન કાર્યક્રમમાં શિબિરની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર સ્વાગત અને ગૌરવ ગીતોની પ્રસ્તુતિ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને ખલિલ સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.