શહેરના 58 વર્ષની વય ધરાવતા કેદારકંઠ પર્વત સર કર્યો છે. કેદારકંઠ પર્વત ઉત્તરાખંડમાં 13 હજાર ફીટ પર આવેલો છે. માઈનસ 10 ડિગ્રીમાં 3 દિવસના સમયમાં કેદારકંઠ સર કર્યો હતો. જેમને એક સમયે પરત ફરવાના વિચારો આવવા છતાં સૌથી પ્રથમ ટોચ પર પહોંચ્યા હતા.મને પહેલથી એડવેન્ચરનો શોખ છે. મેં 12 માર્ચના રોજ સફર શરૂ કરી હતી. વડોદરાથી હું એકલો જ હતો. ઉત્તરાખંડના સાંકરી ગામ સુધી બાય કાર જવાનું હતું. જે 6500 ફીટની ઊંચાઈ પર વસેલું છે. ત્યાંથી મારે ટ્રેકિંગ કરીને કેદારકંઠ જવાનું હતું. જે 10 કિમી હતું. અમારે પોતાનો સામાન જાતે લઈને ચઢવાનું હોય છે. મારા સામાનનું વજન 11 કિલો હતું તેમજ ટ્રેકિંગ માટે પહેરેલા કોસ્ચ્યુમનું વજન 4 કિલો હતું.સાંકરીથી કેદારકંઠ પહોંચવા સુધી ત્રણ પર્વત પસાર કરવાના હતા. પહેલ પર્વતનો રસ્તો કાદવ કીચડનો રસ્તો હતો અને બાકી બંને પર્વત પર બરફ હતો. જેમાં મને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. ઉપર જતા માઈનસ 10 ડિગ્રી તાપમાન હતું. રોજ ફક્ત બે ટાઈમ જ પાણી પીવા મળતું હતું. કારણકે પાણી પર બરફ બની જતો હતો.