ધો. 10-12 બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડના અધ્યક્ષ દ્વારા વીડિયો કોન્ફરન્સથી તમામ સ્કૂલોમાં ટ્રેનિંગ અપાઈ.

Ahmedabad Latest

કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોનાને કારણે ગત વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે 28 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડના અધ્યક્ષ દ્વારા તમામ સ્કૂલોમાં વિડિઓ કોન્ફરન્સ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. 2 વર્ષ બાદ હવે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. જેથી સ્કૂલોમાં કેવી તકેદારી રાખવી તથા કેવા માહોલમાં પરીક્ષા યોજવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તમામમાં સ્કૂલોના પ્રિન્સિપાલ, શિક્ષકો તથા બોર્ડની પરીક્ષામાં હાજર રહેનાર તમામ લોકો હાજર હતા. 2 વર્ષ બાદ રિકોલ માટે બેઠક યોજાઇ હતી, જેનાથી અગાઉની જેમ સારી રીતે પરીક્ષા યોજી શકાય. નોંધનીય છે કે કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બે દિવસ પહેલા જ પરીક્ષાની તૈયારીની સમીક્ષા માટે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 28 માર્ચથી ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9,64,529 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 140 કેન્દ્રો પર 1,08,067 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4,25,834 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *