રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
આંગણવાડી વર્કર વાલીબેન ખટારીયા વય મર્યાદાના કારણે નિવૃત થતાં તેમજ આંગણવાડી વર્કર ગીતાબેન જલુને માતા યશોદા એવોર્ડ મળ્યો જે બદલ મુરલીધર ગૃપ માણેકવાડા તથા વીએચસી કમીટી અગતરાય સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.માણેકવાડા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતાં વાલીબેન ખટારીયા વય મર્યાદાના કારણે નિવૃત થતાં મુરલીધર ગૃપ તથા વીએચસી કમીટી અગતરાય સ્ટાફ દ્વારા વાલીબેન ખટારીયાનું સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તેમજ માણેકવાડા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા ગીતાબેન જલુને માતા યશોદા એવોર્ડ મળ્યો જે બદલ પણ મુરલીધર ગૃપ માણેકવાડા તથા વીએચસી કમીટી અગતરાય સ્ટાફ દ્વારા મુમેન્ટો આપી ગીતાબેન જલુને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમીયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાય મેડીકલ ઓફિસર એ. જે. લાડાણી આઈસીડીએસ સુપરવાઈઝર શ્રદ્ધા બેન બારડ એફ એસડબલ્યુ દિવ્યા સોંદરવા એમપી ડબલ્યુ ભાવેશ વાઘેલા પીએચસી કમીટી માણેકવાડા સ્ટાફ સહીત ઉપસ્થિત રહ્યા હતા .