જેતપુર વાગઢ શહેરમાં રહેતા એક ભિક્ષુક પરિવાર ગરમીને કારણે ફૂટપાથ પર ઉંઘી રહ્યો હતો ત્યારે પરીવારની વચ્ચે નિદ્રાવસ્થામાં રહેલ ચાર વર્ષની માસુમ બાળકીનું એક હેવાને અપહરણ કરીને બાજુની શેરીમાં લઈ જઈ નરાધમે માસુમ બાળાને પિંખી નાંખી હતી.
બાળકીની ચીસો સાંભળીને કેટલાક યુવકો જાગીને જોવા જતા નરાધમ બાળકીને ત્યાં છોડીને શખ્સ ફરાર થઈ ગયો છે બાળકી પર દુષ્કર્મની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નરાધમ શખ્સ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે હાલમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઈ છે પોલીસે સી.સી.ટી.વીના આધારે શોધખોળ શરૂ કરી છે.