કાર્યક્રમમાં S.M.C અધ્યક્ષ તથા સમિતિના સભ્યો,ગ્રામજનો, વડીલો આમંત્રિત વિધાથીર્ઓના વાલીઓ હાજર રહ્યા.કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગોધરા તાલુકા દંડક ગૌરાંગભાઈ પટેલ એ શોભાવ્યું.ગામના યુવા મહિલા સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ તથા અન્ય પંચાયત સદસ્યો સહિત હાજર રહ્યા હતા. કાર્યકમ ૧૧.૦૦કલાકે શરું થયો શાળાના તમામ ધોરણના કુલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નાના બાળકોએ પણ કાર્યક્રમમાં ભાગ લઇ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. ધો-૮ ની વિધાર્થી એ ઇલાબેને શાળાના ૧૦૭ વર્ષ જુનાં ઇતિહાસની યાદગાર પળો ને યાદ કરી સોને ભૂતકાળમાં લઈ ગઈ હતી.શાળાએ આજદિન સુધી જે સફળતા પ્રાપ્ત કરી છે તેનું વર્ણન સંભળાવ્યું. સૌનું પુષ્પગુચ્છ તેમજ શાબ્દિક શબ્દોથી અભિવાદન કરવામાં આવ્યું. શાળા પરીવારે ઉત્સાહભેર સૌને હદય પૂર્વક વધાવ્યા એક પછી એક તમામ ધોરણના બાળકોએ કરેલ તૈયારીની રજુઆત થઇ. કાર્યક્રમને ભેટ પણ પ્રાપ્ત થઈ. બ્રિટિશ સરકારથી શરૂ થયેલી શાળાની સફર આજે પણ શાનદાર રીતે અભ્યાસ સહિત વિવિધ સ્પર્ધાઓ,હરીફાઈઓ, વિજ્ઞાનમેળો, NMMS ની પરીક્ષા, નવોદય જેવી તમામ પ્રવૃત્તિમાં ભાગ લઇ સફળતા મેળવેલ છે તેની યશગાથા ગાવામાં આવી. બધાએ આનંદ પૂર્વક આખો કાર્યક્રમ નિહાળ્યો અંતે તિથિભોજન મેળવ્યું ને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો. ગ્રામજનોનું વારંવાર આવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા જોઈએ તેવું સુચન સ્વીકારવું રહ્યું.શાળાના આચાર્યશ્રી આલોક પાંડેએ તેમજ શાળાના સ્ટાફે તમામનો આભાર માન્યો.સરકારની સૂચના અનુસાર રંગારંગ કાર્યક્રમ સંવાદી વાતાવરણમાં સંપન્ન થયો.
