ગુજરાતમાં આ વર્ષના અંતે વિઘાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે અમરેલીમાં ભાજપના દાવેદારોએ અત્યારથી જ પોતાની દાવેદારી મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજી શક્તિપ્રદર્શન કરવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખની રક્તતુલા કરવામાં આવી હતી. સાવરકુંડલા પધારેલા પ્રદેશ ભાજપ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત રેલીમાં 500થી વધુ બાઈક સવારો જોડાયા હતા. ભાજપ જિલ્લા ઉપપ્રમુખ દ્વારા મહારક્તદાન કેમ્પનું અને પ્રદેશ ભાજપ પ્રમુખની રક્તતુલાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ,મહામંત્રી, સાંસદ,પૂર્વ ધારાસભ્યો,સતાધાર,પાળીયાદ જગ્યાના પ્રતિનિધિ ભયલુબાપુ સહિત સાધુ સંતો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમ દરમિયાન સંચાલકે સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે કહ્યું કે, આ કાર્યક્રમ એતિહાસિક છે હવે પછી આવો કાર્યક્રમ નહિ થાય. આ પ્રકારના નિવેદન બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉભા થઈ પ્રવચન દરમ્યાન કહ્યું હતું કે, આ કાર્યકમ સારો છે લાગણી હોય પરંતુ આવો કાર્યક્રમ નહિ થાય તેવુ ન કહી શકાય. હજુ આના કરતા વધારે સારા કાર્યક્રમ પણ થશે. આવું કહી તેનું પ્રવચન શરૂ થતા કાર્યક્રમમાં લોકો હસ્યા હતા. અંતમાં એવું પણ કહ્યું અહીં કાર્યક્રમમાં સેવાકીય પ્રવુતિ ઓ પણ હતી એટલે હું આવ્યો છું માત્ર મારા જન્મ દિવસ નિમિત્તે કાર્યક્રમ માટે નહીં. અમરેલીમાં યોજાયેલા ત્રીજા કાર્યક્રમમાં પાટીલની હાજરીઅગાવ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ની ઉપસ્થિત વચ્ચે લાઠીમા કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમા આવી ચૂકેલા નેતા જનક તળાવિયા દ્વારા એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ અને રક્તતુલા કરાય હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા કરી જનક તળાવીયા દ્વારા પણ કાર્યકમ કરાયો હતો. એજ દિવસે જાફરાબાદ કોળી સમાજનું મહાસમેલન કરણ બારૈયા દ્વારા આયોજન કરાયું હતુ. તે વખતે પણ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ આજે ફરી સાવરકુંડલા શહેરમા સુરેશ પાનસુરીયા દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજી શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કરાયો હતો.
Home > Uncategorized > જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા સાવરકુંડલામાં મહારક્તદાન કેમ્પ યોજાયો, C R પાટીલની રક્તતુલા કરવામાં આવી.