ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 28મી માર્ચે એસએસસી અને એચસીસી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.ત્યારે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ લેવાય અને પરીક્ષા આત્મવિશ્વાસથી અને નિર્ભય પણે પરીક્ષા આપે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આણંદ જિલ્લામાં ધો-10માં 31682 અને ધો -12 સામાન્ય પ્રવાહમાં 11632 અને વિજ્ઞાન પ્રવાહ 4547 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને હાલાકી પડે નહીં તે માટે એસટીબસો સમયસર રૂટો દોડાવવાની લેખિતમાં સુચનાઓ આપી દેવામાં આવી છે. જો કે આણંદ જિલ્લામાં ઓડ ખાતે ધો-12માં પરીક્ષા નવું શરૂ કરવાની શિક્ષણ વિભાગ મંજૂરી પણ આપવામાં આવી છે. કોરોના મહામારીના પગલે ગતવર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ધો 10 અને 12 ની બોર્ડ પરીક્ષા લેવાઇ ન હતી. પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ચાલુવર્ષે કોરોના કેસો નહીંવત હોવાથી શિક્ષણ બોર્ડે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હોવાથી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સૌ પ્રથમ પરીક્ષાના સંચાલન માટે ધો 10 માં ત્રણ ઝોન અને ધો-12 માં એક ઝોનની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત એસસીસી પરીક્ષા માટે 40 કેન્દ્રો અને 98 બિલ્ડીંગ અને ધો12માં 20 પરીક્ષા કેન્દ્રો 36 બિલ્ડીંગ અને વિજ્ઞાન પ્રવાહમાં 5 પરીક્ષા કેન્દ્રો અને 19 બિલ્ડીંગ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન વીજળી ડુલ થાય નહીં તે માટે વીજ તંત્રને અત્યારથી જ લેખિતમાં જાણ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. આગામી 28મી માર્ચે લેવાનાર ધો 10 અને 12ની પરીક્ષામાં શિક્ષણ વિભાગે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેટલાંક પરીક્ષા કેન્દ્રો છે.તેની વિગતો મંગાવવામાં આવી હતી.પરંતુ આણંદ જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ એક પણ કેન્દ્ર આવેલ નથી.તેવો રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં ધો-10 અને ધો-12ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે સૌ પ્રથમ સીસીટીવી કેમેરા તૈનાત કરી દેવામાં આવશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ કર્મચારીઓની ટીમો અને ગાંધીનગરથી બે ફલાઇંગ સ્કોર્ડની ટીમો સતત મોનિટરીગ કરવામાં આવશેતેમજ પરીક્ષાનો હાવ દૂર કરવા માટે મનો વૈજ્ઞાનિક તજજ્ઞોની ટુંક સમયમાં નિમણુંક કરવામાં આવશે.
