જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઓવરબ્રિજની નજીકમાં મહાનગર પાલિકાની જગ્યામાં એક આસામી દ્વારા ઝૂંપડું અને બેલાની મોટી દિવાલ ખડકી દેવામાં આવી હતી, અને રોડ પર અવરોધ કરાયો હતો. તે અંગેની જાણકારી મળતાં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટુકડીએ ઘટનાસ્થળે દોડી જઈ ડિમોલિશન હાથ ધર્યું હતું, અને દબાણ દૂર કરી લીધું છે. ઉપરોક્ત વિસ્તારમાં એક આસામી દ્વારા ગૌશાળાનું નિર્માણ કરીને મહાનગર પાલિકાની જગ્યામાં એક ઝૂંપડું ખડકી દેવામાં આવ્યું હતું, સાથોસાથ બેલાની મોટી દિવાલ ઉભી કરી દેવામાં આવી હોવાથી અવરજવર માટેનો રસ્તો અવરોધાયો હતો. જે અંગે સ્થાનિકોએ મહાનગરપાલિકાની કચેરીમાં રજૂઆત કર્યા પછી બે દિવસ પહેલાં એસ્ટેટ શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને દબાણ કર્તાને જગ્યા ખુલ્લી કરી દેવાની મહેતલ આપી હતી. પરંતુ કોઈ દરકાર કરવામાં આવી ન હોવાથી આખરે આજે દબાણ હટાવ શાખાની ટુકડી જેસીબી- ટ્રેક્ટર વગેરે લઈને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સૌપ્રથમ ગેરકાયદે દીવાલનું દબાણ દૂર કરી દીધું હતું, ત્યાર પછી ઝૂંપડું પણ હટાવી દીધું હતું, અને મહાનગરપાલિકાની જગ્યા ખુલ્લી કરાવી દીધી છે.
Home > Saurashtra > Jamnagar > જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રીજ નજીક મહાનગરપાલિકાની જગ્યામાં કરાયેલું ગેરકાયદેસર દબાણ એસ્ટેટ શાખા દ્વારા દૂર કરાયું