રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
હાલ પુરા ભારત દેશ જયારે કોરાના વાયરસ સાથે સંકળાયેલો હોય એવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્રારા અનેક પગલા જનતાના હિતમાં લેવાય રહ્યા છે. ગુજરાત સરકાર દ્રારા રાજુલા તાલુકાના વાવેરા ગામમાં થોડા દિવસ પહેલા બીપીએલ કાર્ડ ધારકોને ત્રીજી વાર અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજ થી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામમાં એપીએલ-૧ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને ત્રીજી વાર ફ્રિ અનાજ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં કોઈ રાસન કાર્ડ ધારકો અનાજથી વંચિતના રહે તેનું ખુબ જ ધ્યાન સરકાર શ્રી દ્રારા ધ્યાન રાખવામાં આવ્યું છે. અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કોઈ અનાજથી વંચિત ન રહે તે માટે સૌને ફ્રી અનાજ લઈ જવા માટે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ના સંચાલક જે. બી. બલદાણીયા દ્રારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી રહી છે. આ વિતરણ દરમિયાન કોઈ કાયદાનું ઉલ્લંઘન ના કરે તે માટે પોલિસ સ્ટાફ તથા એસ આર ડી તથા સરપંચ બીસુભાઈ ઉપસરપંચ ભાજપ મહામંત્રી કનુભાઈ ધાખડા ગ્રામ પંચાયતના સભ્ય વગેરે જવાનો પણ હાજર રહ્યા હતા. રાજુલા તાલુકાના વાવેરા ગામમાં અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને એક મિટરનું અંતર રાખી લાઈન કરવામાં આવે છે. આ વિતરણ માટે કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લાવવું ફરજીયાત છે.
વાવેરા ગામના ગામ સેવક, કોમ્પુટર ઓપરેટર વગેરે લોકો દ્રારા હાજર રહી તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેમજ વિગત વાર લોકોને ફ્રી અનાજ મળી રહે તેમા ખુબ જ ધ્યાન આપી રહ્યા છે.