રિપોર્ટર- જયેશ મારડિયા, ઉપલેટા
ખેડૂતો ને ખેતરમાં પિયતમાટે નો સમય ચાલી રહ્યો હોય અને ખેડુત ને તેઓએ કરેલ વાવેતરમાં પિયત કરવાનો ટાઈમ આવ્યો હોય ત્યારે આ સમયે વીજળીની ખાસ જરૂર પડતી હોય છે જેને લઈને ખેડુતને યોગ્ય સમયે અને પૂરતા દબાણ વાળી વીજળી ની જરૂર છે ત્યારે ઉપલેટા વિસ્તારમાં PGVCL દ્વારા ખેડૂતોની આ વીજળીની જરૂરિયાત પુરી થતી ન હોય અને ખેડુતને ખેતરોમાં પિયત કરવા માટે ખુબજ મુશ્કેલી પડે છે. સાથે સાથે યોગ્ય દબાણ વગરની વીજળીને લઈને ખેડૂતોની કિંમતી મોટરો પણ બળી જતી હોય છે જેને લઈને આજે ઉપલેટા વિસ્તારના ખેડુત રોષે ભરાયા હતા અને તેવોના ખેતરમાં જ PGVCL સામે યોગ્ય વીજળી આપવાની માગ સાથે સૂત્રોચાર કર્યા હતા, ખેડુતો એ આક્ષેપ કર્યો હતો કે જયારે જયારે વીજળી બાબતે PGVCL ની ઓફિસે ફોન કરવામાં આવે તો લોડ શેડિંગ ચાલે છે ના નેજા હેઠળ જવાબ આપીને ખેડૂતોની માગ ને ઉડાવી દેવામાં આવે છે, સાથે PGVCL માં વીજળીની સપ્લાય માં અણધડ વહીવટ ચાલતો હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા.