બોડેલીની શીરોલાવાલા હાઇસ્કુલમાં ‘નો સ્મોકિંગ ડે’ નિમિતે છોટાઉદેપુર જિલ્લાની તમામ શાળાઓને “તમાકુ મુક્ત શાળા’ કરવા તમામ આચાર્યો માટે તાલીમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં નાટક, શોર્ટ મૂવી અને ટેક્નિકલ સેશન દ્રારા તમાકુ મુકત શાળા બનાવવા અંગે સેમિનારનું આયોજન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યુનાઇટેડ કિંગડમમાં 1984માં “નો સ્મોકિંગ ડે” ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને તમાકુની હાનિકારક અસર અને તમાકુ છોડવાના ઉદ્દેશ્ય સાથે માર્ચના બીજા બુધવારના રોજ ઉજવવામાં આવે છે. ધૂમ્રપાનથી કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક, ફેફસાના રોગો, ડાયાબિટીસ અને ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ (COPD) થાય છે. જેમાં એમ્ફિસીમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસનો સમાવેશ થાય છે. ભારતમાં ધૂમ્રપાનથી દર વર્ષે 13.5 મિલિયન લોકો મૃત્યુ પામે છે અને 27% લોકો તેના કારણે કેન્સરથી પીડાય છે. ગુજરાતમાં હાલમાં 17.4% પુરુષો, 0.7% સ્ત્રીઓ અને 7.7% પુખ્ત વયના લોકો ધૂમ્રપાન કરે છે. 30.2% પુખ્ત વયના લોકો તેમના કાર્યસ્થળો પર નિષ્ક્રિય ધૂમ્રપાનના સંપર્કમાં આવે છે. “નો સ્મોકિંગ ડે’ની ઉજવણી કરવા “સ્પર્શ” પ્રોજેક્ટ અંતર્ગત અને ફેઇથ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાની તમામ શાળાના આચાર્યોને તમાકુ મુકત શાળા કરવા માટે શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં ડૉ. વિશ્વજીત યાદવ, ડાયેટ, વડોદરા , ડિરેક્ટર પ્રોગ્રામ, ફેઇથ ફાઉન્ડેશન, વડોદરા દ્રારા ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદઘાટક જિલ્લાના શિક્ષણાધિકારી ઉપસ્થિત રહી અને આરોગ્ય જાળવણી માટેનું માર્ગદર્શન આપ્યા હતું. શાળાના આચાર્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા નાટકની પ્રસ્તુતી દ્રારા તમાકુ નિયંત્રણ કાયદાની સરળ સમજણ આપવામાં આવી હતી.
Home > Madhya Gujarat > Chhota Udaipur > બોડેલી શાળામાં ‘નો સ્મોકિંગ ડે’ અંતર્ગત આચાર્યોને તાલીમ મળી.