સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પણ તબક્કાવાર ખેલ મહાકુંભની સ્પર્ધાઓ જુદા જુદા વયજુથમાં તારીખ 15મી માર્ચથી શરૂ થશે. સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર રમતોની માહિતી જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં અપાઇ છે, 15મી માર્ચના રોજ એમ એન્ડ એમ મહેતા હાઇસ્કૂલ ખાતે તમામ વયજુથના ભાઈઓ/બહેનો માટે સ્કેટિંગની સ્પર્ધા, તા.16મી માર્ચનાં રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા ખાતે તમામ વયજુથના ભાઈઓ/બહેનોની ટેબલ ટેનિસ સ્પર્ધા અને તા.17મી માર્ચના રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ગોધરા ખાતે ભાઈઓ/બહેનોની બેડમિન્ટન સ્પર્ધા, તા.21મી માર્ચના રોજ તમામ વયજુથના ભાઈઓ/બહેનો માટે જીમખાના, ગોધરા ખાતે લોન ટેનિસ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ ગોધરા ખાતે તમામ વયજુથની બહેનો અને અન્ડર-14 ભાઈઓની ફુટબોલ સ્પર્ધા અને તમામ વયજૂથનાં ભાઈ-બહેનોની જુડો સ્પર્ધા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાશે. તા.22 માર્ચનાં રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તમામ વયજુથના ભાઈઓ/બહેનોની બાસ્કેટબોલ, અન્ડર-17 ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા, ડોન બાસ્કો હાઇસ્કુલ, નારુંકોટ ખાતે તમામ વયજુથનાં ભાઈઓ/બહેનો માટેની હોકી અને વી.એમ. હાઇસ્કુલ, હાલોલ ખાતે કુસ્તીની સ્પર્ધા યોજાશે. તા.23 માર્ચનાં રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગોધરા ખાતે તમામ ભાઈઓ-બહેનો માટે સ્વિમિંગ-કરાટેની સ્પર્ધા, ઓપન વયજુથ ભાઈઓ માટે ફૂટબોલ અને શૂટિંગ ઓપનની સ્પર્ધા યોજાશે. હેન્ડબોલની સ્પર્ધા તા.24 માર્ચનાં રોજ ધી નવજીવન હાઈસ્કૂલ ખાતે આરચરીની સ્પર્ધા તારીખ 25 માર્ચનાં રોજ શ્રીજી આશ્રમશાળા ઘોઘંબા ખાતે યોજાશે. આ તમામ સ્પર્ધાઓ સવારના 8.30 કલાકથી શરૂ થશે.
Home > Uncategorized > પંચમહાલ જિલ્લામાં ખેલમહાકુંભ વર્ષ 2021-2022 અંતર્ગત 15મી માર્ચથી વિવિધ રમત ગમતો યોજાશે.