રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
સૂરતથી પોતાના વતન આવતાં લોકોને સાવરકુંડલા એસ એમ જી કે સંકૂલમાં સ્કેનીંગ પોતાના વતન મોકલાયા.
સાવરકુંડલાના જાગૃત નાગરીક અને સમાજ સેવક પત્રકારએ સાવરકુંડલા એસ એમ જી કે સંકુલમાં સુરતથી હજારોની સંખ્યામાં આવેલ લોકોના સ્કેનીંગ તેમજ ચકાસણી પ્રકિયા સમયે મુલાકાત લઈ ડોકટરની અને અધીકારીઓની તેમજ ખડેપગે કાર્યરથ તમામ સ્ટાફની કામગીરીને બીરદાવા લાયક બની હતી અને તમામની ચકાસણી અને તપાસ કર્યા બાદ સુરત થી આવેલ તમામ લોકોને પોતાના વતન જવા રજા અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોરોના કોવીડ 19 ની મહામારી સામે પૂરો દેશ ઝઝૂમી રહ્યો છે તેવામાં અમરેલી ગ્રીન ઝોનમાં છે તેનો શ્રેઈ બાહોશ અને કર્તવ્ય નિષ્ઠ જીલ્લા પોલીસ વડા શ્રી નીર્લીપ્ત રાઈ તેમજ જીલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના અથાગ પ્રયાસો અને સખત સંઘર્ષ અને કડક ચેકીંગના કારણે છે. સાવરકુંડલા સંકુલમાં બહારથી આવેલ લોકોને ચકાસવામાં અને સેવા આપવામાં પ્રાત અધિકારી શ્રી આર આર ગોહિલ તથા સાવરકુંડલા મામલતદાર શ્રી એમ વી પરમાર તેમજ સાવરકુંડલા ટી પી ઈ ઓ સ્લેટર હોમ ઈન્ચાર્જ શ્રી ગોપાલભાઈ અઘેરા, નાયબ મામલતદાર શ્રી એસ જી લેઉવા, બી આર સી સાવરકુંડલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંકલન ઈનચાર્જ શ્રી નરેન્દ્રભાઈ જોષી હાજર રહ્યા હતા.તેમજ હેલ્થ સ્ટાફના ડોકટરો, આરોગ્ય કાર્યકર તેમજ અનેક કર્મીઓ હાજર રહ્યા હતા. અને આ સત કાર્યોમા સેવા આપી રહેલાં પરમ પૂજ્ય શ્રી ઉષા મૈયા શિવ દરબાર આશ્રમ કાના તળાવ દ્વારા વિનાં મૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે તેમજ ચા પાણી નાસ્તો અને ખૂબ સરસ રીતે બન્ને ટાઈમ ભોજનની વ્યવસ્થા સાવરકુંડલા મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવે છે.