વસંતઋતુના વધામણાં : સ્ટેચ્યૂ ઑફ યુનિટીના એકતાનગરમાં ‘કેસૂડા ઉત્સવ’, 65 હજારથી વધુ વૃક્ષો થકી કેસરી વન નિર્માણ પામ્યું

Latest Madhya Gujarat

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વીંધ્યાચલ ગિરિમાળા વિસ્તારમાં આવેલ છે. ચોમાસાની ઋતુમાં જેમ આખો વિસ્તાર લીલીછમ ચાદર ઓઢીલે છે. આમ ઉનાળાની પાનખર સાથે વસંત ઋતુના વધામણાં કરવા કેશુડા ખીલી ઉઠતા હોય છે. હાલ એકદમ ચારે કોર.કેશુડા જ કેશુડા દેખાતા હોય આ કેશુડા વન ને પ્રવાસીઓ નજીક થી માણે અને તેના ફૂલ ને જાણે કેશુડા ના પુષ્પ માંથી બનનાર જ્યુસ પ્રવાસીઓ પીવે તેવી જંગલ વિસ્તારમાં 3 કલાક કાઢે અને મોઝમસ્તી કરે એવા સુંદર આયોજન સાથે કેશુડા ટૂર નું આયોજન SOU સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ બે ત્રણ દિવસમાં 60.જેટલા પ્રવાસીઓ એ આ કેશુડા ટૂરની મઝા માણી છે અને આગળના સમયમાં બુકિંગ માટે ઇનકવાયરીઓ શરૂ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રી​​​ના માર્ગદર્શન હેઠળ કેસુડા ટુરનો નિર્ણય
વ્યક્તિ દીઠ 300 રૂપિયા એક વ્યક્તિનો ચાર્જ જેમાં ચા-કોફી- નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો આમ વસંત ઋતુની મઝા માણવા હવે સહેલાણીઓ વન વિસ્તારમાં ફરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 78 લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે.એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ 65 હજાર વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે,માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેશુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધી ટ્રેક કરશે.

રંગોના તહેવાર ‘ધૂળેટી’માં તેના ફૂલોનાં રંગ
કેસુડાનું સાંસ્કૃતિક મહત્વ આ વૃક્ષ અગ્નિનું પ્રતીક હોવાનું મનાય છે. દેવતાઓની પૂજામાં પણ તેનાં પુષ્પોનો ઉપયોગ થતો હોય છે. તેના પાંદડાંમાંથી પતરાળાં અને વાટકી બનાવવામાં આવે છે.આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. એટલું જ નહીં ઔષધીય ગુણો આ એક મહત્વનું ઔષધિય વૃક્ષ છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદના જંગલોમાં તેની બહુતાયત છે. મોંઘા કેસરથી કરવામાં આવતા સ્નાનની અહલાદકતાની અનુભૂતિ કેસૂડાના પાણી સાવ સસ્તામાં કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *