12 માર્ચ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 11માં ખેલ મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ થનાર છે. જેનો છોટાઉદેપુર વહીવટી તંત્ર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારી ડેપ્યુટી કલેકટર, અને નોડલ ઓફિસરોના નેજા હેઠળ તમામ રમતવીરો ભાગ લેશે. જેમાં આર્ચરી તીરંદાજી, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, હોક્કી, જેવી તમામ ઓલમ્પિક રમતો રમતા ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લેશે. જેમાં 20 જેટલી એસટી બસો દ્વારા અમદાવાદ ખાતે પહોંચશે.સરકાર દ્વારા ખેલ મહાકુંભને પ્રોત્સાહન આપતા આદિવાસી અંતરિયાળ વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના યુવાનો રમત તરફ આકર્ષાયા છે. અને વિવિધ રમતોમાં રમતવીરોએ નેશનલ તથા ઇન્ટરનેશનલ કક્ષાએ રમત રમી છે. અને છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં તિરંદજીની રમત સૌથી લોકપ્રિય છે. જેમાં સિનિયર કોચના હાથ નીચે તૈયાર થઈને આદિવાસી યુવાનોએ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ખેલ મહાકુંભ ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ટરનેશનલ કક્ષાએ તિરંદજીની રમત રમેલ ને પણ આમંત્રણ મળ્યું છે.સિનિયર કોચ ના જણાવ્યા અનુસાર સરકારે તમામ પ્રત્યેનું પ્રોત્સાહન આપતા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં રમતવીરોનું કિસ્મત ઝળકયું છે. અંતરિયાળ વિસ્તારમાંથી નીકળીને દેશ દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. આદિવાસી વિસ્તારમાં હવે તિરંદજીની રમત માટે યુવાન અને યુવતીઓ આગળ આવી રહ્યા છે.
Home > Madhya Gujarat > Chhota Udaipur > ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લામાંથી 1000 ખેલાડીઓ ભાગ લેશે