આલિયા ભટ્ટ હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના કારણે ચર્ચામાં છે. તે ઉપરાંત તે પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્નના કારણે પણ ચર્ચામાં છે. હવે બંનેના લગ્નની નવી ડેટ સામે આવી છે. રિપોર્ટ્સના અનુસાર, કપલ હવે ઓક્ટોબર 2022માં લગ્ન કરશે. આ અગાઉ સમાચાર આવ્યા હતા કે રણબીર-આલિયા ડિસેમ્બર 2022માં લગ્નના બંધનમાં બંધાશે. જો કે, કપલની તરફથી લગ્ન વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.આલિયા અને રણબીરના લગ્ન ગયા વર્ષે થવાના હતા, પરંતુ કોરોના મહામારીના કારણે તેમના લગ્ન પોસ્ટપોન થઈ ગયા હતા. તેના પછી સમાચાર આવ્યા હતા કે બંને આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરશે, પરંતુ હવે કન્ફર્મ થઈ ગયું છે કે તેમના લગ્ન એપ્રિલમાં તો નહીં થાય, કેમ કે આવતો મહિનો શરૂ થવામાં માત્ર 20 દિવસ બાકી છે અને બંનેની ફેમિલીએ કોઈપણ પ્રકારની તૈયારીઓ શરૂ નથી કરી.
