– જગતમંદિર પરીસરમાં યાત્રીકોને સુખાકારી માટે તડકાથી બચવા મંડપો બેરીકેટીંગો જેવી સુવિધાઓ
– કિર્તીસ્તંભ પાસેથી એન્ટ્રી થઈ સ્વર્ગ દ્વાર છપ્પન સીડીએથી મંદિરમાં એન્ટ્રી મોક્ષ દ્વારેથી મંદિર બહાર નિકળવા માટેની વ્યસ્થા ઉભી કરાઈ
યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે આવનાર હોય સબંધિક્ત તંત્ર દ્વારા ભાવિકોને અગવડતા ન પડે તે માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જગતમંદિર પરીસરમાં ભાવિકોને તડકાથી બચાવા મંડપો બંધાયા તેમજ ભીડના કારણે ધક્કામુક્કી ન થાય તે માટે બેરીકેટીંગો નાખવામાં આવી રહી છે. આ વર્ષે ભાવિકો માટે કિર્તીસ્તંભ પાસે થી એન્ટ્રી થઈ સ્વર્ગ દ્વાર છપ્પન પગથીયેથી જગતમંદિરે દર્શન કરવા જવા માટે પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને મંદિર પરીસર મોક્ષ દ્વારેથી મંદિર બહાર નિકળવા માટેની વ્યસ્થા તંત્ર દ્વારા રાખવામાં આવી છે.
ઉલ્લેખીયન છે કે, ગયા વર્ષ કોરોના મહામારીને કારણે હોળી ફુલડોલ ઉત્સવ નિમિત્તે ભાવિકો માટે જગતમંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આ વર્ષ કોરોના કેસો હળવા થતા ભાવિકો હોળી ફુલડોલના ઉત્સવ નિમિત્તે કાળિયા ઠાકોરના દર્શન આરામથી કરી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થાના ભાગ રૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.