અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂત બન્યા ચિંતાતુર.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે પૂરો ભારત દેશ ચિંતામાં છે ત્યારે વાત કરીએ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તો બગસરા પંથકમાં આ સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતો થયા ચિંતાતુર. બગસરા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી જગતનો તાત ચીંતામા મુકાયો છે. ગ્રામી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે હાલ ખેડૂતોનો તૈયાર થયેલ પાકને ભારે નુકસાન થવાનો ડર. બગસરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના હળવા ઝાપટા પડ્યા.

ખેડૂતોનો પાક જેમાં ઘઉં, ચણા, તલ સહિતના પાકને નુકસાન કરે તેવી ખેડૂતોને દહેશત ફેલાવા લાગી હતી તો બીજી બાજુ શહેરી વિસ્તારના લોકોમાં ધોમધખતા તાપ વચ્ચે વરસાદના અમી છાંટણાથી ખુશીનો માહોલ પણ જોવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *