હેલ્પલાઇનથી મળશે વૃદ્ધોને સધીયારો:જામનગરમાં 14567 હેલ્પલાઇનનો વ્યાપ વધારવા અવેરનેસ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહી માહિતી મેળવી

Jamnagar Latest
  • હોસ્પિટલની, કાયદાકીય સલાહની, માનસિક સધીયારાને લગતી તમામ માહિતી મેળવી શકાશે
  • સુખનાથ મહાદેવ મંદિરે યોજાઇ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ વખતે અવેરનેસ કેમ્પ યોજાયો

ભારત સરકારની 14567 નંબરની હેલ્પલાઇનથી વૃદ્ધોને સધીયારો મળ્યો છે. માટે તેનો વ્યાપ વધારવા સિનીયર સિટીઝનો માટે જામનગરમાં અવેરનેસ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામા વડીલોએ ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી, નોંધનીય છે કે આ હેલ્પલાઇન નંબર 14567 છે. જામનગરના રાજપાર્કમાં આવેલા સુખનાથ મહાદેવ મંદિરે યોજાઇ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ વખતે આ અવેરનેસ કેમ્પ યોજાતા તે ભક્તિ અને કર્મયોગનો સમન્વય બની રહ્યો હતો.

આ હેલ્પલાઇન નંબર 14567 ઉપર સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં ફોન કરી કોઇપણ સિનિયર સિટીઝન ફોન કરીને તેમના માટે ઉપયોગી એવી દવાખાનાની, કાયદાકીય સલાહની, રક્ષણ મેળવવાની, માનસિક સધીયારાને લગતી સલાહની મળી ખુબજ વ્યાપક અને જીવન ઉપયોગી માહિતી મેળવી શકે છે. ભારત સરકારની આ યોજના ગુજરાતમાં પણ કાર્યરત છે. નોંધનીય છે કે અવેરનેસ કેમ્પમાં સિનિયર સિટીઝન માટે ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર મેઘ શાંતિભાઇ આચાર્ય દ્વારા કેન્દ્ર સરકાર સાથે ટાઇઅપ એવા હેલ્પએજ ઇન્ડીયાના હેલ્પએજ પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *