રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
છોટાઉદેપુર જિલ્લામાં દેવહાટ ઉચ્ચ પ્રાથમિક શાળા માં ક્લસ્ટર કક્ષાનો ટી.એલ.એમ વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અરવિંદભાઈ રાઠવા તથા નારસિંગ ભાઈ રાઠવા ગ્રૂપઆચાર્ય દેવહાટ તથા સી.આર.સી.કો.ઓ ઘનશ્યામભાઈ પંચોલી દ્વારા દીપપ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. જેમાં કલસ્ટર ની તમામ શાળા માંથી શિક્ષકો એ ભાગ લીધો.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ નું કલસ્ટર માંથી આવેલ શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રસંગ ને અનુરૂપ માહિતી આપવામાં આવી અને શાળામાં નિયમિતતા તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ,વિવિધ એપ જેમ કે G શાળા એપ ,યુ ટ્યૂબ ના માધ્યમ દ્વારા પોતાની શાળા એપ બનાવી શિક્ષણ આપવું, જ્ઞાનકુંજ પ્રોજેકટ અને તેનો ઉપયોગ જેવી ઘણી ઉપયોગી માહિતી આપી.ગ્રૂપઆચાર્ય નારસિંગ રાઠવા દ્વારા પણ ટી.એલ.એમ નું મહત્વ વિશે માહિતી આપવામાં આવી. કલસ્ટર માંથી ભાગ લીધેલ શિક્ષકો એ પોતાની જાતે એક બીજાના વિચારો અને સાથે મળી અનેક પ્રકાર ના ટી.એલ.એમ નું નિર્માણ કર્યું. અને સી.આર.સી.કો.ઓ ઘનશ્યામભાઈ પંચોલી દ્વારા આવનાર અધિકારી શ્રી અરવિંદભાઇ રાઠવા ,ગ્રૂપઆચાર્ય નારસિંગ ભાઈ નો આભાર વ્યક્ત કર્યો અને વર્કશોપ માં ભાગ લીધેલ તમામ શિક્ષકો ને આગામી સમય માં આવનાર વિવિધ કાર્યક્રમો માં પણ સૌ સાથે મળી ને કાર્ય કરીયે. કલસ્ટર માં દરેક શાળા માં ખૂબ સારું કાર્ય કરી પોતાની ફરજ નિભાવીએ. અશોક ભાઈ ખાટ દ્વારા આભાર વિધિ કરી કરવામાં આવી.