રિપોર્ટર – રાજેશ ભટ્ટ, તાલાલા ગીર
પ્રેરણારૂપ વિશિષ્ટ કામગીરી કરનાર પાંચ બહેનોને શિલ્ડ આપી સન્માન કર્યું તાલાલા તાલુકાના રમળેચી ગીર ગામે ઉમા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સમાજ માટે પ્રેરણારૂપ વિશીષ્ટ કામગીરી કરનાર ફોરેસ્ટર રોજીનાબેન ચોટીયારા, એડવોકેટ રેખાબેન વાજા ઉપરાંત જ્યોતિષાચાર્ય રાજેશ્વરી ભટ્ટ,ટી.એલ.એમ.એલ.શિલ્પાબેન પટેલ,અંકિતાબેન પૂર્વા વૈરાગી વિગેરે પાંચ બહેનોને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમનાં પ્રારંભે ઉમા ફાઉન્ડેશન અગ્રણી શ્રી હર્ષાબેન ત્રાંબડીયાએ શબ્દો તથા પુષ્પોથી તમામ બહેનોનું અભિવાદન કર્યું હતું,આ કાર્યક્રમમાં વિવિધ ગામના અગ્રણી બહેનોએ ભાગ લીધો હતો.