રીપોર્ટર – રાજેશ ભટ્ટ ,તાલાલા ગીર
તાલાલા ગીર માં જુના બસસ્ટેન્ડ ચોકમાં આતશબાજી કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલ શાનદાર વિજયને તાલાલા શહેર ભાજપે ભવ્યતાપૂર્વક વધાવ્યો હતો.
તાલાલા નગર પાલિકા કચેરીએથી ભાજપના અગ્રણીઓ-કાર્યકરો વિજય રેલી સાથે જુના બસ સ્ટેન્ડ ચોક પહોંચ્યા હતા ત્યાં ભાજપના વિજયનાં વધામણાં કરતાં સૂત્રોચ્ચાર સાથે આતશબાજી કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્ય વિજયની ઉજવણી કરી હતી,આ કાર્યક્રમમાં ભાજપના તમામ કાર્યકરો જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલ શાનદાર વિજયને તાલાલા શહેર ભાજપે ભવ્યતાપૂર્વક વધાવ્યો હતો.