ખંભાત : ખંભાત શહેરમાં લાખોના ખર્ચે બનાવેલા માદલાતળાવની જર્જરિત હાલત તંત્રની બેદરકારી

Anand Latest

રિપોર્ટર – નયન પરમાર, ખંભાત

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં વારંવાર નગરપાલિકાની ઘોર બેદરકારી દેખાઈ આવે છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ માદલા તળાવ ની અંદર ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે તેમ જ ખુલ્લી ગટરો તથા ભરપૂર માત્રામાં મચ્છરોની ફેલાઈ રહ્યા છે
ખંભાત શહેરમાં લાખોના ખર્ચે બનાવવામા આવેલ માદલા તળાવમાં સવારે વોકિંગ કરવા માટે આવતા પ્રજાજનો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓના કહેવા મુજબ આ માત્ર આ તળાવની અંદર શહેરના ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે તેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે તેમજ વિકાસની વાતો કરનારા રાજકારણી નેતાઓ ભ્રષ્ટાચારીઓ ની પોલ ખુલી રહી છે આ માત્ર ત્રણ ની આસપાસ વસાવેલા કસરત માટે ના સાધનો પણ બગડી ચૂક્યા છે  પરંતુ સરકાર ની આવતી ગ્રાન્ટ નો દુરુપયોગ થતો જોવા મળી રહ્યો છે ખંભાત શહેરના રાજકારણીઓ કટકી કરી ખંભાત માં વિકાસ ને દબાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કહેવાય છે કે આખા ભારતની અંદર ફક્ત ખંભાત શહેર એવું છે કે જ્યાં ગટરના પાણી દ્વારા આ તળાવમાં કુવારા ઉડાડવામાં આવી રહ્યા છે. તંત્ર ક્યારે જાગશે નગરપાલિકા ક્યારે જાગશે તે પ્રજાજનો વિચારી રહ્યા છે ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *