રિપોર્ટર – દિપક જોષી, ગીર સોમનાથ
શ્રી સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા.
કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની નોંધ લેવામાં આવી.
સોમનાથ તિર્થમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક શ્રી બિમલભાઇ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલ થી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્લાઝા વિગેરે કામોની પ્રગતીની સમીક્ષા કરવામાં આવી.
તિર્થ પુરોહિતોના ચોપડા નું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભુતકાળની જાહોજલાલી પૂનઃ જીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું.
આ બેઠકમાં ભારત સરકારના માનનિય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ, માનનિય પ્રો. શ્રી જે ડી પરમાર, માનનિય શ્રી હર્ષવર્ધન નિઓટીયા અને માનનિય શ્રી પ્રવિણભાઇ લહેરી એ રૂબરૂ હાજરી આપી અને પૂર્વ નાયબ વડાપ્રધાન માનનિય શ્રી લાલકૃષ્ણ અડવાણીજી એ ઓનલાઇન હાજરી આપી હતી.