PMના રોડશોમાં સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસનો કાફલો તહેનાત
10 મહિના બાદ મોદી ગુજરાતમાં, ખુલ્લી થારમાં ખુશ ખુશાલ મોદીનો રોડ શો
કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભારતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે.સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે તે હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.