રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા
ભાજપ અને હિન્દુ યુવા વાહિની ના કાર્યકરો દ્વારા ઉત્તરપ્રદેશ માં ભાજપ ને જ્વલંત વિજય મળતા આતશબાજી સાથે જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી હતી.. યોગી આદિત્યનાથ એ હિન્દુ યુવા વાહિની ના મુખ્ય સંયોજક છે ત્યારે દરેક હિન્દુ સંગઠનો સાથે મળીને વિજયોત્સવ મનાવ્યો હતો.
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીના સામન્ય સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં ત્યારે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે કારણ કે જ્યાં શિક્ષણ મંત્રી ના તાલુકામાં ભાજપ ના આંતરિક ડખા યથાવત રહેવા પામ્યા છે ત્યારે હવે આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો ખતરામાં હોય એ સ્વાભાવિક છે.