ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે આવેલ જયહિન્દ ડિફેન્સ ટ્રેનીંગ એકેડમી દ્વારા તાજેતર માં યોજાનાર વિવિધ સરકારી ભરતી પરીક્ષાના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટૂંક સમયમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે તલાટી કમ મંત્રી,જુનિયર કલાર્ક, બિન સચિવાલય,ફોરેસ્ટ વગરે વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રીતે પાસ કરવી કેમ તૈયારી કરવી કોચિંગ ક્લાસનું મહત્વ અને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં ખુબ બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાત્મક સેમિનાર માં મુખ્ય મહેમાન તરીકે દર્શિતસર ગોસ્વામી કે જેવો છેલ્લા છ વર્ષના સ્પર્ધાત્મક પરીક્ષા ના અનુભવી અને દસથી વધું વર્ગ 1, 2 અને 3 સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા ની સિદ્ધિ ધરાવે છે જેના દ્વારા વિશેષ માર્ગદર્શન આપવા મા આવ્યું હતુ તો મોટીવેશનલ સ્પીકર ચૌહાણસર દ્વાર મોટીવેશન આપવામાં આવ્યુ હતુ તો સેમિનારમાં સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થાના સમગ્ર સ્ટાફ તેમજ અંકુરભાઈ બારડ, વાઢિયાસર દ્વારા માર્ગદર્શન આપી જહેમત ઉઠાવી હતી.
