પ્રધાનમંત્રી દ્વારા રૂપિયા ૨૦ લાખ કરોડના રાહત પેકેજ આવકારતા ગીર સોમનાથ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ વાઢેર તેમજ સુત્રાપાડા તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ વાઢેર

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

કોરોના દરમ્યાન આખા દેશની અંદર જયારે લોકડાઉન ચાલુ રહ્યું હોઈ અને લોકડાઉન 1 થી ૩ દરમિયાન જે લોકો ને હાલાકી મુશ્કેલી પડી છે તેના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા સમયસર લોકડાઉન જાહેર કરી ભારત દેશ ની 130 કરોડ ની જનતા ને જીવ હાનિ થતા બચાવી શક્ય છે.

સાથો સાથ જાન ભી હે ઔર જહાંન ભી રહે, ને સાર્થક કરતા ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ દેશની જનતાને આ કોરોના સાથે લાડવા માટે જાહેર કર્યું છે. જેમાં ૧ લાખ કરોડ રૂપિયા ખેડૂતો માટે ગોડાઉન અને કોલસ્ટોરેંજ માટે ફાળવેલ છે તેમજ પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ તેમજ પાક વીમા યોજના તેમજ પશુઓ માટે રસીકરણ. મધમાખી બનાવતા ખેડૂતો માટે સહાય શાકભાજી ટ્રાન્સપોર્ટેશન માટે સહાય ડેરી ફાર્મ માટે સબસીડી તેમજ ઔષધી ઉત્પન્ન કરવા માટે સહાય માછીમાર માટે જે જાહેર કરી છે તેને ગ્રામવિસ્તાર તેમજ ખેડૂતો માટે ખુબજ ઉપયોગી છે. આ પેકેજને સુત્રાપાડા તાલુકા પંચાયત તેમજ સુત્રાપાડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા આવકારવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *