શ્રી ભગિની સેવા મંડળ કાલોલ ખાતે વકતૃત્વ સ્પર્ધામાંનુ આયોજન કરવામાં આવેલ જેમાં સારી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો સ્પર્ધા વર્ચ્યુઅલ રાખવા માઆવેલ જેમા પ્રથમ વિજેતા અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલે હાંસિલ કરી ગુજરાત શાખામાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત સાથે સ્પર્ધામાં ‘નારી ધારે તો….’ વિષય પર છટાદાર શૈલીમાં ખૂબ જ સુંદર રીતે વિષયની રજૂઆત કરી હતી..આ સ્પર્ધા
અખિલ હિન્દ મહિલા પરિષદના 76માં અધિવેશન વલલભ વિદ્યાનગર ખાતે હતું જેમાં વકતૃત્વ સ્પર્ધામા પંચમહાલ ની કાલોલ શાખા એ પણ ભાગ લીધો હતો કાલોલના અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલની પસંદગી થઈ હતી. જેમાં તેમણે ‘નારી ધારે તો..’સ્પર્ધા વિષય પર વકતૃત્વ વક્તવ્ય હતું જેમાં આજની નારી ધારે તો શું કરી શકે છે તે વિષયને વિવિધ દ્રષ્ટાંતો સાથે રજુઆત કરી હતી. પ્રાચીન યુગથી આધુનિક યુગમાં નારીનું સમાજ અને રાષ્ટ્ર માટેના યોગદાન અને મહિલા સશક્તિકરણની સુંદર છટાદાર શૈલીમાં રજુઆત કરવામાં આવી હતી. આ અધિવેશનમાં વકતૃત્વ માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન ભગિની સેવા મંડળ કાલોલના પ્રેસિડેન્ટ અંજુબેન મહેતા અને સેક્રેટરી દીપ્તિબેન પરીખ દ્વારા આપવામાં આવ્યું હતું. વકતૃત્વ સ્પર્ધામાં ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કરવા બદલ આજે ભગિની સેવા મંડળ, કાલોલના પ્રેસિડેન્ટ અંજુબેન મહેતા અને સેક્રેટરી દીપ્તિબેન પરીખ તથા સર્વે સભ્યશ્રીઓ દ્વારા શિલ્ડ આપી સમ્માન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભગિની સેવા મંડળ સતત મહિલાઓના ઉત્કર્ષ અને શિક્ષણને લઈને સતત ચિંતનશીલ રહી કાર્ય કરે છે.આગામી માર્ચ મહિનામાં આખોમહિનો મહિલા દિન ની ઉજવણી ખુબ શાનદાર રીતે બહેનોના ઉત્કર્ષ ના કાર્યો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે જેની અત્યારથી તૈયારી શરૂ કરી છે.
શ્રી ભગિની સેવા મંડળ કાલોલ પંચમહાલ દ્વારા વકૃત્વ સ્પર્ધા નું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું જેનો વિષય હતો નારી ધારે તો… જેમાં સારી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો જેમાં અચૅનાબેન એન ગોહિલ પ્રથમ વિજેતા થતાં તેમને મંડળ તરફ થી એવૉડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
Panchmahal Mirror News Paper
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
Www.panchmahalmirror.com