છોટાઉદેપુર જીલ્લા માં સરકારી રાસાયણિક ખાતરનો ગેરકાયદેસર એકત્રીત કરેલ જથ્થો ઝડપી પાડતું છોટાઉદેપુર : SOG

Chhota Udaipur Latest Madhya Gujarat

યોગેશ પંચાલ , કવાંટ

છોટાઉદેપુર જિલ્લામાં શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ના ઓ ની સુચન અને માર્ગદર્શન હેઠળ જિલ્લા માં બનતા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંગેના ગુના અટકાવવા માટે પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચન કરતા શ્રી જે પી મેવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી છોટાઉદેપુર ના ઓ તથા એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બોરીયાદ ગામ ખાતે સૂભમ્ પ્રોવિઝન સ્ટોર માં ફટીલાઈઝર ખાતરનો જથ્થો ગેરકાયદેસર રાખેલ હોય અને ગેરકાયદેસર રીતે સરકારી ખાતર નું વેચાણ કરતા હોય તેવી હકીકત આધારે પોલીસ સ્ટાફ સાથે બોરીયાદ ગામે જઇ સૂભમ્ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતાં મુકેશકુમાર બિદેસ્વરી પ્રસાદ જાતે જયસ્વાલ ઉંમર વર્ષ 36 ધંધો વેપાર રહે બોરીયાદ પોસ્ટ ઓફિસ ફળિયા તાલુકો નસવાડી જીલ્લો છોટાઉદેપુર ના ઓ હાજર મળી આવેલ અને તેઓની શુભમ્ પ્રોવિઝન સ્ટોર દુકાનમાં તપાસ કરતા ગેરકાયદેસર વગર પાસ પરમીટ રાસાયણિક ખાતરનો જથ્થો કુલ 101 થેલી ની કુલ કિંમત રૂપિયા 5286750 નો જથ્થો મળી આવેલ તેના વિરુદ્ધ તપાસમાં મળી આવે તે વિગેરે વિરોધ માં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની કલમ 3.7 મુજબ ધોરણસર ઘેર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તને આગળની વધુ તપાસ એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી પી મેવાડા ચલાવી રહ્યા છે.

Panchmahal Mirror News Paper

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
Www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *