પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સમગ્ર ભારતભરના એકાવન શક્તિપીઠોમાંના એક અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મેળવનાર એવા પાવાગઢ ખાતે “પાવાગઢ પરિક્રમા સમિતિ”દ્વારા માગશર વદ અમાસના રોજ પાવાગઢ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિનાંક:- ૨/૧/૨૦૨૨ અને દિનાંક:- ૩/૧/૨૦૨૨ એમ કુલ બે દિવસ ચાલેલી આ પરિક્રમામાં સ્થાનિક પંચમહાલ જિલ્લા સહિત ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી અંદાજિત ૧૨૦૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો. પાવાગઢની ભૂમિનું પ્રાચીનકાલથી જ ઘણું મહત્વ રહ્યું છે. પૂર્વે પાવાગઢ એ મહર્ષિ વિશ્વામિત્રની તપોભૂમિ હતી. વળી, સૌપ્રથમ વખત મહર્ષિ વિશ્વમિત્રએ જ પાવાગઢ પરિક્રમાનો આરંભ કર્યો હતો.
સંપૂર્ણ પરિક્રમા માર્ગ એ શ્રી યંત્ર સ્વરૂપે આકારીત હોઈ આ પરિક્રમા કરનારને શ્રી યંત્રની ઉપાસના સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, શ્રી ની પ્રાપ્તિ તેના રુદ્ર વગર શક્ય ન હોઈ પરિક્રમા માર્ગમાં આવતા છ રુદ્રાલયો પરિક્રમાના ઉદ્દેશ્યને સાર્થક કરે છે. પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૬માં ૮૦૦ જેટલા જ પરિક્રમાર્થીઓથી શરૂ કરવામાં આ પરિક્રમા આજે ૧૨૦૦૦ જેટલા પરિક્રમાર્થીઓને ભાવાત્મક રીતે આદ્યશક્તિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે. પરિક્રમા દરમિયાન કોઈને મુશ્કેલી ન પડે એ હેતુથી સમગ્ર પરિક્રમાના માર્ગ ઉપર ચા, નાસ્તો, ભોજન તથા સાત્વિક પેય પદાર્થોની સવલત નિ:શૂલ્ક ઉપલબ્ધ કરવામાં આવી હતી. વિદેશી આક્રંતાઓના ત્રાસથી અને ભયથી ઘણાં વર્ષો સુધી સાવ બંધ જ થઈ ગયેલી આ પુણ્યદાયિની પરિક્રમાનો પુનઃ પ્રારંભ કરવાનો શ્રેય એકમાત્ર પાવાગઢ પરિક્રમા સમિતિને જ જાય છે.
Gujarat Nation Tv
Panchmahal Mirror News Paper.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA
વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.