PM મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું, ઓમિક્રોનના ખતરાને લઈ ડરવાની જરુર નથી, 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન અપાશે

breaking Corona Health Latest

પંચમહાલ મીરર ડેસ્ક.

દેશમાં એક લાખથી વધુ ICU બેડ, 100 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ.

વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધતા તેમને કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે. PMએ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી તેમ જણાવી કહ્યું કે લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત PMએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિનેશનને લઈને જાણકારી આપી.

વડાપ્રધાને કહ્યું- અમે આ વર્ષના અંતિમ સપ્તાહમાં છીએ. 2022 હવે આવવાનો છે. તમે બધાં તેની સ્વાગતની તૈયારીમાં છો પરંતુ ઉત્સાહ અને ઉમંગની સાથે જ આ સમય સચેત રહેવાનો પણ ભય છે. આજે અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સંકટ વધ્યું છે. ભારતમાં પણ સંકટ વધ્યું છે. સાવધાની રાખો, સતર્ક રહો, પેનિક ન બનો. માસ્કનો ઉપયોગ કરો, થોડી થોડી વારે હાથ ધોતા રહો. હવે જ્યારે વાયરસ મ્યૂટેટ થઈ રહ્યો છે, તો આપણી ઈનોવેશનની ક્ષમતા પણ વધી છે. આજે આપણી પાસે 18 લાખ આઈસોલેશન બેડ્સ છે.

1 લાખ 40 હજાર ICU બેડ્સ છે. 90 હજાર વિશેષ બેડ્સ બાળકો માટે છે. 3000થી વધુ PSA ઓક્સિજન્ પ્લાન્ટ્સ કામ કરી રહ્યાં છે, 4 લાખ ઓક્સિજન સિલેન્ડ કરી દીધા છે. 141 કરોડ વેક્સિન ડોઝના મુશ્કેલ લક્ષ્યને ભારતે ક્રોસ કર્યું છે. વયસ્ક જનસંખ્યામાં ઓછામાં ઓછા 90 ટકાને વેક્સિનના એક ડોઝ આપવામાં આવ્યા છે. ભારતવાસી તે વાત પર ગર્વ કરશે કે આપણે તમામ વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે આ કર્યું છે.

Prime Minister narendra modi – પીએમ મોદીએ કહ્યું – કોરોના વૈશ્વિક મહામારી સામે લડાઇનો અત્યાર સુધીનો અનુભવ એ જ બતાવે છે કે વ્યક્તિગત સ્તર પર બધા દિશાનિર્દેશોનું પાલન કોરોના સામે મુકાબલા માટે મોટું હથિયાર છે, બીજુ હથિયાર વેક્સિનેશન છે.

Gujarat Nation Tv
Panchmahal Mirror News Paper.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *