panchmahal mirror

કાલોલ વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત ચોથીવાર વિજેતા બનતા જિજ્ઞેષ જોષી

Kalol Latest Madhya Gujarat Panchmahal

કાલોલ બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે આ વર્ષે વકીલમંડળની ચૂંટણી રસાકસીપુર્ણ માહોલની બની હતી. શુક્રવારે યોજાયેલા મતદાનમાં કુલ ૮૫ વકીલોએ મતદાન કર્યું હતું . સાંજે પરિણામ જાહેર કરવામાં આવેલા મતગણતરીના પરિણામોને અંતે મુખ્ય પ્રમુખ પદની રસાકસી ભરી ચૂંટણીમાં જીજ્ઞેશકુમાર બી. જોશીને ૪૮ -મતો મળ્યા હતા. અને તેમના પ્રતિસ્પર્ધી એડવોકેટ રાજેશભાઈ બી પરમાર ૩૭ મત મળતા પ્રમુખપદે જીજ્ઞેશકુમાર. બી. જોશીએ ભવ્ય વિજય મેળવી વકીલમંડળના ચોથી વાર ચૂંટાઇ આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ માટેની ચૂંટણીમાં હીરેન અજીતસહ ગોહિલે ૫૭ મત મેળવી બીજી વખત વિજેતા થયા હતા. જયારે હરીફ મેદવાર વી.એમ. પરમારને ૨૮ મત મળ્યા હતા. આ ચૂંટણી અગાઉ વકીલમંડળની બેઠકમાં કાન્તિભાઈ એમ સોલંકીને- સેક્રેટરી ૪૫ મત મેંળવી વિજેતા બન્યા હતા. જ્યારે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી જંગ ખેલાતા શુક્રવારે થયેલી ચુંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે બી.બી.પરમાર દ્વારા મહત્વ ની ભુમિકા ભજવી હતી. આમ કાલોલ વકીલ મંડળના વકીલોએ ચૂંટણીના પરિણામોને અંતે બન્ને વિજેતાઓ ને બોડીને સમભાવથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Www.panchmahalmirror.com

Editor  / Owner

Dharmesh Vinubhai Panchal
7572999799

panchmahal_mirror.

Gujarat_Nation.

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો…

પંચમહાલ – દાહોદ – મહીસાગર – છોટાઉદેપુર – નર્મદા જિલ્લા ઓ માં ફેલાવો ધરાવતું દૈનિક સમાચાર પત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *