ઝેરી ગેસનું ઉત્પાદન કરતી G F L કંપનીમાં ધડાકો થતા અનેક લોકોના જીવ ગયા હોવાની ચર્ચાઓ…
જીવંત બૉમ્બ સમાન ગુજરાત ફ્લોરો કંપનીમાં મહાકાય વિસ્ફોટ થતા 25 કી મી સુધી આવાજ ગુંજી ઉઠ્યો..
G F L મા અચાનક ડધાકો તથા ઘોઘંબા સહિત આજુબાજુના ગામોમાં રહેતા લોકો ગભરાટનો માહોલ…
પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના રણજીત નગર ગામ ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ લી. (G F L) નામક કંપનીમાં આશરે 11 કલ્લાક ની આસપાસ એક મહાકાય ધડાકો થયો હતો, જે અતિ તીવ્ર ધડાકાની ગુંજ G F L ની આજુબાજુ આવેલા ઘોઘંબા સહિતના 25 કી મી સુધીના ગામો સુધી ગુંજી ઉઠી હતી. તેમજ તથા સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તથા ધડાકા પછીની ચર્ચાઓ મુજબ G F L માં બોયલર ફાટ્યું હોવાની વાત જાણવા મળી છે અને આ બનાવમાં અનેક લોકોના જીવ ગયા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.અહીં એક વાત જણાવવી જરૂરી છે કે રણજીત નગર ખાતે આવેલ G F L કંપનીમાં ઝેરી કેમિકલ યુક્ત ગેસ નું ઉત્પાદન કરવામાં આવતું હતું, જે બાબતને લઈને આ કંપની અનેક વખતે વિવાદો ના વંટોળામાં ઘેરાઈ હતી, પરંતુ રાજ્કીય પીઠબળ અને રૂપિયાના જોરે આજદિન સુધી જીવંત બૉમ્બ સમાન આ કંપનીને કોઈ રોકી કે ટોકી શક્યું નહતું…
સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ ઘોઘંબા ના રણજીતનગર ખાતે આવેલી GFL કેમિકલ કંપની માં બ્લાસ્ટ બાદ સોસીયલ મીડિયા ઉપર ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ઘટના બની હોઈ આ વિસ્તાર તરફ જવું નહીં એવા મેસેજ વાઇરલ થઈ રહ્યા છે. હકીકતે આવું કશું છે નહીં, કંપની ના MPP3 યુનિટ માં બોઇલર ફાટ્યું છે, કેટલાક કામદારો મૃત્યુ પામ્યા છે અને અનેક કામદારો ઘવાયા છે, સ્થાનિક વહીવટી તંત્ર, હાલોલ SDM , પંચમહાલ SP સહિત અનેક અધિકારીઓ ઘટના સ્થળે છે, ફાયર ફાઇટર ની અનેક ટિમો દોડી આવી હતી અને આગ નિયંત્રણ હેઠળ છે – કોઈ ગેસ દુર્ઘટના જેવી સ્થિતિ નથી. અનેક કામદારો ને બહાર કાઢી સારવાર માટે લઈ જવાય રહ્યા છે.
પરંતુ આ કંપની પર્યાવરણ ના નિયમો નો ભંગ કરી જે રીતે ચાલી રહી છે તેને કારણે અજુ બાજુના અનેક ગામડાઓ ના લોકો ની ખેતી નષ્ટ થઈ રહી છે, જવમીન ના પાણી લાલસ પડી રહ્યા છે, જમીન અને પાણી ખેતી લાયક રહ્યા નથી જેના કારણે આજે બ્લાસ્ટ બાદ સ્થિતિ વણસી હતી અને આજુબાજુના ગામડાઓ ના લોકો એ કંપની બહાર પ્રદર્શન કાર્ય હતા અને કંપની અત્રે થી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી જો કે અહીં પહોંચેલા અધિકારીઓ કે કેટલાક લોકો ને સમજાવ્યા હતા અને ગામડાઓ ની મુલાકાત લેવાની ખાતરી આપી સમજાવતા નજરે પડ્યા હતા.
બ્લાસ્ટ બાદ ધમાકો એટલો મોટો હતો કે 10 કીમી સુધી દૂર સંભળાયો હોવાનું લોકો એ જણાવ્યું હતું.