કોરોના જેવી વૈશ્વિક મહામારી જ્યારે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નાની પાલ્લી ગામે ભારત સરકારની મનરેગા યોજના હેઠળ લોકોને કામ મળી રહે અને સન્માનથી પોતાનું જીવનનિર્વાહ કરી શકે તે હેતુથી ૧૫૦ જેટલા લોકોને રોજગારી આપવાના હેતુસર સ્થાનિક તળાવની કામગીરીનો પ્રારંભ ધારાસભ્ય જીગ્નેશ સેવક, ગામના સરપંચ તેમજ ગામના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યો. તમામ કામદારોને ધારાસભ્ય હાથે મહામારીને ધ્યાનમાં લઈ સ્વાસ્થ્યની ચિંતા કરી દરેક કામદારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું તેમજ મલેકપુર પીએસસી સેન્ટરના હેલ્થ કર્મચારીઓ દ્વારા તમામ કામદારોનું થર્મલગન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું. ગામના સરપંચ દ્ધારા સંપૂર્ણ ગામને સેનેટરાઇઝ કરવામાં આવ્યું અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.