વડોદરા આમ તો કલાનગરી કહેવાય વડોદરા વર્ષો થી પોતાના દામન માં થી અદભુત ટેલેન્ટ ધરાવતા કલાકારો ને દુનિયા ને આપતું આવ્યું છે તેવામાં તે કલાકારો પણ પોતાના ટેલેન્ટ ના આધારે દેશ અને વિદેશમાં તેમનું નામ કર્યું છે ત્યારે વડોદરા શહેર ના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા તેવાજ એક તારલા (પાર્થ) એ સંગીત ક્ષેત્રે પોતાનું અને સમગ્ર ગુઅજરાત નું નામ રોશન કર્યું છે જે વિશે પાર્થ એ માહિતી આપતા જણાવ્યું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ 2015 થી 2018 સુધી ક્લાસિકલ સંગીતની તાલીમ મેળવી હતી. પાર્થ ગોહિલે જણાવ્યું હતું કે મારા પિતા પોલીસ માં ક્લાસ વન ઓફિસર હતા જેના કારણે મને દેશ પ્રત્યે કંઈક કરવાની ભાવના તેમને જોઈને જાગી હતી . જે ભાવના પ્રબળ બનાવી મારા બહેન ગાયત્રીબાગોહિલે સંસ્કારોનું સિંચન કર્યું અને મને સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કર્યો મારા બહેન અમારી વચ્ચે નથી પણ તેઓ સદાય અમારી સાથે છે તેવું જ મને લાગે છે આ સાથે મારી માતા સૂર્ય બા ગોહિલ એ મને મારી ઇચ્છા મુજબનું કાર્ય કરવા માટે હંમેશા મદદ અને મને આગળ વધવા માટે સપોર્ટ કર્યો છે જેને લઇ નેજ મેં ઊભરતા કલાકારો ને મદદ કરવા માટે સૂર્યદીપ મ્યુઝિક કંપની ની સ્થાપના કરી છે જે કંપની અંતર્ગત ઊભરતા કલાકારો ના સંગીતને વિનામૂલ્યે લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા હું કરી આપીશ.
પાર્થ ગોહિલ હાલ એક નવા આલ્બમ પર કામ કરી રહ્યા છે જેનું શીર્ષક છે “ લવ-શવ” પ્રથમવાર એક આલ્બમમાં હિન્દી અને ગુજરાતી બન્ને ગીતોનો સંગમ જોવા તથા માણવા મળશે . જેમાં પાર્થ ગોહિલે પોતે ગીતો લખ્યા તથા ગાયા છે. એમ જુઓ તો આલ્બમના બધા જ ગીતો મને પસંદ છે. પરંતુ હુ થોડો લાગણીશીલ વ્યક્તિ છું તેથી મને મારા આલ્બમનું દરિયો ગીત વધુ પસંદ છે. ત્રણ ગીતોનું સંગીત મનીષ ભાનુશાલીજી એ આપ્યું છે.
દરિયો ગીતનું સંગીત નિખિલ-પ્રણવ-શૈલેષ જે ગુજરાતમાં ટ્રાયો સંગીતકાર તરીકે ઘણા પ્રખ્યાત છે. તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આ આલ્બમ ડીસેમ્બરમાં લોંચ થવાનું છે. આપ સૌને ખુબ ગમશે એવી આશા રાખું છું
Www.panchmahalmirror.com
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
panchmahal_mirror.
Gujarat_Nation.
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો…
પંચમહાલ – દાહોદ – મહીસાગર – છોટાઉદેપુર – નર્મદા જિલ્લા ઓ માં ફેલાવો ધરાવતું દૈનિક સમાચાર પત્ર.