કેશોદની બજારોમાં દિવાળીની ખરીદીમાં તેજીનો માહોલ લોકોની ભીડ જામી..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

આગામી દિવાળીના તહેવાર નિમિત્તે ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બજારોમાં ધંધાર્થીઓને તેજીના માહોલનો અહેસાસ લાંબા સમયથી મંદિના માહોલ બાદ દિવાળી નિમીતે વેપારીઓને થોડી રાહત..કોરોના મહામારીના કારણે ધંધાર્થીઓ લાંબા સમયથી મંદિના માહોલનો સામનો કરી રહ્યા હતા. ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે અને સાથે નજીકના દિવસોમાં લગ્નગાળો શરૂ થવાનો હોય બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહીછે જો કે આખો દિવસ લોકોની ભીડ નથી જોવા મળતી પણ બપોર પછીના સમયે શહેરની બજારોમાં વધુ ભીડ જોવા મળી રહીછે દિવાળી નિમીતે ફટાકડા બજારમાં પણ ફુલ તેજી જોવા મળી રહીછે ફટાકડાની ખરીદી માટે રાહતદરે વેચાણ થતા ફટાકડા મોલમાં એકથી બે કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ ગ્રાહકોને ફટાકડાની ખરીદીનો લાભ મળેછે ત્યારે આજે ધન તેરસ હોવાથી સોની બજારમાં પણ ગ્રાહકોની સારી ખરીદી જોવા મળી રહીછે જ્યારે નજીકના દિવસોમાં લગ્નગાળો શરૂ થતો હોય ત્યારે આંબાવાડી કાપડ બજારમાં પણ લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *