વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝનું 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે માત્ર 23219 લોકો બાકી રહ્યા છે. સોમવારે થયેલા રસીકરણ બાદ પ્રથમ ડોઝ લેનારની ટકાવારી 98.46% નોંધાઈ હતી. વડોદરા શહેરમાં કોરોના અંગેના રસીકરણમાં પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લેનારની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે દિવાળી સુધીમાં પ્રથમ ડોઝનું 100% લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું જે પૂર્ણતાના આરે છે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,145 ઉપર પહોંચી ગયો છે.રવિવારની સરખામણીએ 337 નમૂનાઓનું ટેસ્ટિંગ ઓછું થવા છતાં કેસની સંખ્યામાં કોઇ ઘટાડો થયો નહોતો. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી 72145 કેસ આવી ચૂક્યા છે. હાલમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 34 છે. જેમાં હોમ ક્વોરન્ટીનમાં 26, ખાનગી હોસ્પિટલમાં 7 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં એક દર્દીની સારવાર ચાલુ છે. હાલમાં એક્ટિવ દર્દીઓ પૈકી 51 વર્ષ કે તેથી વધુ વયના 17 દર્દીઓ છે. જ્યારે 21થી 50 વર્ષની વચ્ચેના 15 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. 2 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધીના 24 દિવસમાં 32 દર્દીઓ આવ્યાં હતા. જ્યારે છેલ્લા 6 દિવસમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 39 નવા દર્દીઓ આવ્યાં છે.
વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,488 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. સોમવારે વડોદરા શહેરના પ્રતાપનગર, સમાના શુક્લનગર અને વડસરમાં કોરોનાના કુલ 6 કેસ નોંધાયા હતા.કુલ રસીકરણ : 26,33,792 સોમવારનું રસીકરણ: 12,875 પ્રથમ ડોઝ : 14,86,582 98.46% બીજો ડોઝ: 11,47,182 75.98%..]
